રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સ્ટોર ના માલિક દ્વારા સરકારી નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ખોલતા તંત્ર દ્વારા શીલ મારી ફરિયાદ દાખલ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ!
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સુપર માર્કેટમાં આવેલું મનીષ સ્ટોર્સ તથા અન્ય એક દુકાનને શીલ મારી ફરિયાદ દાખલ કરતાં સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાહ વાહ કરવામાં આવી છે. દુકાનના માલિક પિંક ઝોનમાં થી આવતા હોય અને પોતાના વિસ્તારને કન્ટેનટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે એરિયામાંથી બહાર નીકળવાનો પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં દુકાન ખોલીને સરકારના નિયમનો ભંગ કરી કાર્ય કરતા દુકાન માલિક સામે કરવામાં આવેલી કાર્યવાહીથી સમગ્ર પંથકમાં તંત્રની કામગીરી બિરદાવવામાં આવી છે.
જ્યારે સમગ્ર પંથકના વેપારીઓ દ્વારા અગાઉ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે લોકોને ગેરમાર્ગે દોરીને બંધનું પાલન ન કરીને તમામ વેપારીઓને ધંધા માટે પોતાની દુકાનો શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે પોતે જ જ્યારે પ્રતિબંધિત વિસ્તારમાં આવતા હોય અને તેના કારણે કૉમ્યુનિટી ટ્રાન્સમિશ ન ફેલાઇ રહ્યું ત્યારે મનીષ સ્ટોર ના માલિક દ્વારા પોતાની હોશિયારીથી કોઈનો પણ ડર માં હોય એવી રીતે દુકાન ખોલીને જાહેરનામાનો ભંગ કરતા શીલ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા કાર્ય દ્વારા જ્યારે બીજા લોકોને મુશ્કેલીમાં મૂકે તેવું કૃત્ય કરતા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવામાં આવી છે.