રિપોર્ટર: સુરેશ જોષી,બનાસકાંઠા
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમા રાજપૂત કરણી સેના દ્વારા મેવાડના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નીમિતે રાજપૂત કરણી સેનાના બધા કાર્યકતાઓ ભેગા થઈ અને જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમા આવેલ ખોડીવડલી ડી.કે.સર્કલ પાસે મહારાણા પ્રતાપનો ફોટો લગાવી અને ફુલ માળા પહેરાવી અને દીપ પ્રગટાવી અને મહારાણા પ્રતાપના ફોટો સમક્ષ ફૂલ વડે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. અંતે મહારાણા પ્રતાપ અમર રહો ,જય મેવાડ જય ચીતોડ, જય જય રાજપૂતાના નારા થી કાર્યક્રમને સમાપ્ત કર્યો હતો. આ અવસરે રાજપૂત કરણી સેનાના અંબાજી શહેરના અધયક્ષ સંદિપભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે હાલમા રાજસ્થાનના બીકાનેર ગામમા જે લવ જીહાદનો મામલો થયો છે તેનો અમે બહીષ્કાર કરીએ છીએ અને અમે આ લવ જીહાદ નહી થવા દઈએ અને જે કોઈ લોકોને પણ લવ જીહાદના મામલે કોઈ પ્રોબ્લમ હોય તો આવીને રાજપૂત કરણી સેનાને મળે તો કરણી સેના તેમની સાથે છે અને રહશે અંતે ભારત માતા કી જયના નાદ થી કાર્યક્રમ પૂર્ણ કરયો હતો.