રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના ધનાળા ગામના પાટિયા પાસે નજીક મોડી રાત્રીના કચ્છ જતી એમ્બ્યુલન્સનો ગમ્ખવાર અકસ્માત થયો હતો જે અકસ્માતમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે જેમાં માંડવી તાલુકાના રહેવાસી ગઢવી પરીવારના સભ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.તેમજ અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબીયતમાં સુધારો થતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા દરમિયાન હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમા વાલજીભાઈ કાન્યાભાઈ ગઢવી (ઉ.૩૯), કાન્યાભાઈ પબુભાઈ ગઢવી (ઉ.૬૫) અને વસંતભાઈ હરિભાઈ ગઢવી (ઉ.૨૫)ના મૃત્યુ નીપજ્યા હતા તો રામભાઇ ગઢવી ઉ 35 રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, અને પિન્ટુભાઇ કાનજીભાઇ હળવદીયા રહે ચરાડવા વાળાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો ગઢવી પરિવારના એકસાથે ત્રણ સભ્યોના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે તો ધટનાની જાણ થતા હળવદ પોલીસ સ્થળ પર દોડી જઈને મૃતદેહને પી માટે ખસેડાયા હતા અને હાલ તેમના ગામ મોકલી દેવામાં આવ્યા હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે તો બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.