રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર
નસવાડી તાલુકામાં ૨૫૦૦ હેકટર થી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે ઓક્ટોમ્બર માસ થી કપાસની આવક નસવાડી બજારમા શરૂ થઈ હતી શરૂઆતમાં કપાસની ગુણવત્તા બરાબરના હોઈ ખેડૂતોને ઓછો ભાવ મળતો હતો જેને લઈને નસવાડીની રેવા જીનમાં સી.સી.આઇ અધિકારી એસ.એસ.સોની દ્વારા શુક્રવારે ટેકાના ભાવે કપાસ ખરીદ સેન્ટર શરૂ કરાયું હતું લાભપાંચમના બીજા દિવસે નસવાડી માં સી.સી.આઇ કપાસ ખરીદ શરૂ કરતા ખેડૂતો કપાસ લઇને આવ્યા હતા અને પેહલા દિવસે ૫૭૭૫રૂ ક્વિન્ટલ નો ભાવ ખેડૂતોને અપાયો હતો, સી.સી.આઇ અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતો વ્યવસ્થિત ગુણવત્તા યુક્ત લાવશે તો હજુ સારો ભાવ આપીશું તેમ જણાવ્યું હતુ પેહલા દિવસે ૧૮૦૦ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી હજુ ખેડૂતોને જેમ ખબર પડશે તેમ કપાસની આવક વધુ થશે હાલ તો નસવાડીમાં કપાસની ખરીદી સી.સી.આઇ દ્વારા શરૂ કરાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે સાથે નસવાડી માર્કેટના પ્રમુખ કપાસ ખરીદ સેન્ટર પર હાજર રહ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.