મળતી માહિતી મુજબ જિલ્લા નાસતા ફરતા આપોરીઓને પકડવા માટે પોલીસે કડક કાર્યવાહી પ્રારંભી છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાનો ફરાર થઇ ગયેલો આરોપી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રહે.બેઢીયા હાલ ઘરે પરત આવેલ છે. બાતમીને આધારે આરોપીને પકડવા માટે પી.એસ.આઈ એમ.એલ.ડામોર તથા પી.એસ.આઈ એલ.એ.પરમાર સ્ટાફના માણસો સાથે રાખી આરોપીને ઘરેથી ઝડપી પાડ્યો હતો અને આરોપી મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતો ફરતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેથી કાલોલ પોલીસે મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ: મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.