દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું સર્વે ઓપરેશન: ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર્સ,અનાજ-તેલના વેપારીઓને ત્યાં દરોડા..

Godhra Latest Panchmahal
ગોધરામાં જાણીતા સોની બ્રધર્સ ઉપરાંત વડોદરા તથા ડાકોરમાં ર0 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી : રાજકોટ સહિતના સેન્ટરોમાંથી અધિકારીઓને સામેલ કરાયા : મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા

કોરોનાના ગભરાટમાંથી બહાર નીકળીને વેપાર ઉદ્યોગની ગાડી માંડ પાડે ચડી રહી છે અને દિવાળીમાં સારા વેપાર ધંધાની આશા છે. તેવા સમયે તહેવારો ટાણે જ આવકવેરા ખાતાએ ફરી એક વખત દરોડા ઓપરેશન હાથ ધર્યુ છે. ગોધરા, વડોદરા તથા ડાકોરમાં રીયલ એસ્ટેટ ગ્રુપ પર મોટાપાયે દરોડા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં સોની બ્રધર્સ તરીકે મોટું નામ ધરાવતા બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. બિલ્ડરના નિવાસસ્થાન તથા ઓફિસો અને તેમની સાથે સંકળાયેલા લોકોની ઓફિસોને ઝપટે લેવામાં આવી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તે પહેલા જ આવકવેરાની ટીમે દરોડા પાડયા છે. વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ અલગ અલગ વાહનોમા ગોધરા આવી પહોચ્યા હતા. આવકવેરા વિભાગની જુદી જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલના મોટા વેપારીઓ,બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામા આવી રહી છે. આવકવેરાની તપાસના પગલે કેટલાક વેપારીઓ,બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

આ સિવાય વડોદરા તથા ડાકોરમાં પણ બિલ્ડર જુથ પર દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો ટાણે જ આવકવેરાના દરોડા ઓપરેશનથી બિલ્ડર લોબીમાં ફફડાટ ઉભો થયો હતો. એવી ચર્ચા છે કે દરોડાના નિશાન બનેલા બિલ્ડર જુથો રાજકીય કનેકશન ધરાવે છે જેને પગલે સમગ્ર વેપાર ઉદ્યોગમાં ચર્ચાએ જોર પકડયું હતું. ગોધરા, વડોદરા તથા ડાકોરમાં હાથ ધરાયેલી દરોડા કાર્યવાહીમાં રાજકોટથી અધિકારીઓની ટીમ તેડાવવામાં આવી હતી. રાજકોટના એક ડઝનથી વધુ સહિત 100થી વધારેનો અધિકારીઓનો કાફલો દરોડા ઓપરેશનમાં સામેલ થયો છે. છેલ્લા બે મહિનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વેપાર વધવા લાગ્યા છે. તેવા સમયે આ દરોડા કામગીરી દરમ્યાન મોટી રકમની કરચોરી તથા બેનામી વ્યવહારોનો પર્દાફાશ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *