રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરમાં દિવાળીનાં તહેવારો નિમિત્તે રાહત ભાવે ફટાકડાં વેંચાણનાં સ્ટોલનું ઉદઘાટન મામા સરકાર રાજભા ચુડાસમાએ કરી પ્રારંભ કરાવ્યો હતો. દિવાળીનાં તહેવારોમાં મધ્યમ વર્ગના પરિવારો વ્યાજબી ભાવે સારી ગુણવત્તા વાળાં ફટાકડાં ખરીદી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી બોમ્બે પ્રોવિઝન પાછળના મેદાનમાં આયોજન કરવામાં આવે છે. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મોંઘવારી અને મંદીના સમયમાં આર્શીવાદરૂપ સાબિત થાય છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ધ્યેય એક જ છે કે ચલો એક દિયા વહાં ભી જલાયે જહાં આજ ભી અંધેરા હૈ કેશોદ પંથકના દરેક વર્ગના પરિવારો વ્યાજબી ભાવે સારી ગુણવત્તા વાળાં ફટાકડાં ની ખરીદ કરી ઉત્સાહભેર તહેવારો ની ઉજવણી કરી નવલાં વર્ષ નું સ્વાગત કરે. કેશોદ હિતરક્ષક સમિતિ ના ફટાકડાં નાં સ્ટોલ પર બાળકો થી લઈને યુવાનો માટે વિવિધ ત્રણસોથી વધારે પ્રકારના ફટાકડાં રાખવામાં આવેલ છે. કેશોદ હિતરક્ષક સમિતિ-કેશોદ નાં કન્વીનર રાજુભાઈ પંડ્યા દાયકાથી સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોય જબ્બર લોકચાહના ધરાવે છે.જન્માષ્ટમી નાં તહેવારો પર પણ જનતા તાવડા નું આયોજન કરી સો રૂપિયા કિલો ફરસાણ મીઠાઈ વેચાણ ઉપરાંત કેશોદ રેલ્વે સ્ટેશન પર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. કેશોદ શહેરના રહિશો નો ભારે ઘસારો પ્રથમ દિવસે જ જોવા મળ્યો હતો.