રિપોર્ટર પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં 1566 શિક્ષકો વર્તમાન સમયે કામગીરી કરી રહ્યા છે. તા.૩૧.૧૦.૨૦૨૦ ના રોજ વય નિવૃત્તિને કારણે ૯ શિક્ષકોને શહેરા શિક્ષણ પરિવાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે નિવૃત્તિના હુકમ અને સન્માનપત્રો બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમાર અને ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા સરદારસિંહ વણઝારાના વરદ હસ્તે શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે એનાયત કરવામાં આવ્યા હતા. તમામ શિક્ષકોના પેન્શન કેસ તૈયાર કરવા, જી.પી.ફંડ ઉપાડની કામગીરી, રજા રોકડ, રાજ્ય વીમાની દરખાસ્ત, ઉચ્ચક નાણાકીય સહાય (ગ્રેજ્યુઇટી સહાય) વગેરેની કામગીરી નવ નિયુક્ત ઓપરેટરોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરાના માર્ગદર્શન હેઠળ સંતોષકારક કરી આપવામાં આવેલ છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારે વિદાય લેતા ગોપી પ્રા.શાળા પરમાર પ્રદીપભાઈ ધુરાભાઈ, લાભી પ્રા.શાળા પટેલ નર્મદાબેન ભુલાભાઈ, પટેલ ફળીયા હાંસેલાવ પ્રા.શાળા માછી ભીખાભાઈ નનાભાઈ, ગમન બારીઆના મુવાડા પટેલ કૈલાસબેન ભુલાભાઈ, મીરાપુર નવી વસાહત પ્રા.શાળા પટેલ મધુબેન હરિભાઈ, ભકતા ફળીયા પ્રા.શાળા બારીઆ અભેસિંહ ગોપાલભાઈ, ભદ્રાલા પ્રા.શાળા પટેલ મુળજીભાઈ રણછોડભાઈ, ધારાપુર પટેલ સુરેશભાઈ રાયજીભાઈ અને સ્લામપુરા પ્રા.શાળા પટેલ જ્યંતીલાલ રણછોડભાઈ તમામ શિક્ષકોની સાથે શહેરા શિક્ષણ પરિવારની લાગણીઓ અંતઃકરણપૂર્વક હંમેશા તેમની સાથે રહેશે, પરમ કૃપાળુ પરમાત્મા તેમનું જીવન તંદુરસ્ત નીરોગી અને સમાજ ઉપયોગી બની રહે તેવી અભ્યર્થના સાથે શુભકામનાઓ પાઠવી હતી.