રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વહીવટી શાખાની ઘોર બેદરકારીઓ સામે આવી છે. જયારે ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો આ બેદરકારી ઉઠી છે. સરકારી કામના અગત્યના કાગળો ખોવાઈ ગયા છે બીલો ખોવાઈ ગયા છે તેવો રાગ જ્યારે અધિકારીઓ દ્વારા વારંવાર આલપાવમા આવે છે. ગોકળગાયની ગતિએ કામ કરતું તંત્ર જ્યારે અગત્યના ડોક્યુમેન્ટ ખોઈ નાખતા હોય છે શું અધિકારીઓ દ્વારા જાણેઅજાણે આ કાગળો ખોઈ નાખવામાં આવે છે? કે પછી અજ્ઞાનતા માં મૂકી દેવામાં આવે છે? એવા સવાલો જ્યારે મહીસાગરના આમ વ્યક્તિ દ્વારા ઉઠયા છે ત્યારે શું તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી બેદરકારીને લઈને કોઈ પગલાં લેવામાં આવશે?
વહીવટી તંત્ર દ્વારા જ્યારે જરૂરી દસ્તાવેજ ખોવાઈ ગયા હોવાનો રાગ જ્યારે અલાવમા આવે છે. તો શું આવા કોઈ બીલો તથા અગત્યના દસ્તાવેજ ખોવાઈ તો ક્લાર્કની જવાબદારી રહેશે ખરી? કામ તથા સરકારી નાણાં નીકાળવા વાળા વ્યક્તિઓ કાગળ તથા બીલો ખોવાઈ જાય તો તે વારંવાર નવા તથા ડુપ્લીકેટ મેળવી આપે છે અને કામ નીકાળી દે છે આ બધું મજબૂરી માં પણ આવું કામ કરી લેતા હોય છે. ત્યારે શું આવનારા સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કોઈ જવાબદારી સ્વીકાર કરશે તે જોવું રહ્યું.