રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ફરિયાદી જન્તીજી ઠાકોર દ્વારા માહિતી અધિકારી અધિનિયમ હેઠળ વિરામગામ ગાંધી હોસ્પિટલ ના ડોક્ટર પાસે પોસ્ટમર્ટમ રિપોર્ટ એફ.એસ.એલ રીપોર્ટની માહિતીની માંગણી કરવા છતાં અંદાજીત એક વર્ષ બાદ પણ કોઈ માહિતી ફરિયાદીને પૂરી પાડી નથી. ફરિયાદી દ્વારા આયોગમાં અપીલ કરતા આયોગ દ્વારા અમુક ચોક્કસ સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવા માહિતી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ને આદેશ આપ્યો જેની અવગણના થતા આયોગ દ્વારા મેડિકલ ઓફિસર પ્રણવ મોદી ને ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
વિરમગામ શહેરમા ગોળપીઠા જકાત નાકા પાસે રહેતા પુત્રના મોત બાબતે જન્તીજી ઠાકોર દ્વારા માહિતી અધિકાર હેઠળ પોતાના પુત્ર દશરથજી ના પોસ્ટમર્ટન ના રિપોર્ટ ને હોસ્પિટલના ડોક્ટર પાસે એફ.એસ.એલ રીપોર્ટની માંગણી બાબતે અંદાજિત એક વર્ષ જેટલો સમયગાળો વીત્યો છતાં જયંતીજી ને માગેલી કોઈ માહિતી આપી નથી.ફરિયાદીના પુત્રનું તા.18/03/2017 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોગ સમક્ષ બીજી અપીલ આજરોજ 16/10/20 ની સુનવણીની તારીખ સુધી જ્યારે માહિતી અધિકારી દ્વારા ફરિયાદીને કોઈ માહિતી પૂરી પાડવામાં આવી નથી. આમ જાહેર માહિતી અધિકારી એ બિન સંવેદનશીલ રીતે માહિતી આપવામાં ઢીલ કરીને ગુનાહિત બેદરકારી દર્શાવેલ હોય તેમ આ યોગને જણાય છે. જાહેર માહિતી અધિકારી એ નિયત સમયમર્યાદામાં ફરિયાદીને કોઈ માહિતી પૂરી પાડી નથી. ઉપરોક્ત વિગત ને આયોગ જાહેર માહિતી અધિકારીએ અને મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ને આદેશ કર્યો કે આ હુકમ મળ્યાથી માહિતી અધિકાર અધિનિયમ 2005 ની જોગવાઈઓને ધ્યાનમાં લઇ માંગેલ માહિતી ફરિયાદીને વિનામૂલ્યે આર.પી.એડી થી માહિતી પૂરી પાડવી અને માહિતી પૂરી પાડવા અંગેની આયોગ ને જાણ કરવી આયોગ ઉપરોક્ત દર્શાવેલ વિગતોને ધ્યાને લેતા એફ.એસ.એલ રિપોર્ટ અને પોસમોર્ટમ રિપોર્ટ જેવી પ્રાથમિક માહિતી પણ પૂરી પાડવામાં વધારે સમય લાગ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા કે સુનાવણી કરી નથી.જેથી આયોગ ડો. પ્રણવ મોદી જાહેર માહિતી અધિકારી અને મેડિકલ ઓફિસર સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ને પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો
.