અમદાવાદમાં કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે કોરોનાનો ચેપ પ્રસરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પગલાં ભરી રહ્યું છે, જગતપુર ગામ પાસેની ગોદરેજ સિટીમાં આવેલા હિન્દ સુપરમાર્કેટ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. સુપર માર્કેટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું તેમજ લોકો માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, જેથી જાહેરનામાનો ભંગ થતાં તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.