ડિયાદની કુંભનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા 82 હજારના દાગીનાની ચોરી.

Kheda
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા

નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ કુંભનાથ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.બંધ ઘરના તાળા તોડી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર કુંભનાથ સોસાયટીમાં રહેતા દપકભાઇ રબારી ઘરે તાળું મારી બોરીયાવી ગયા હતા.જ્યા મોડુ થઇ જતા આણંદ ખાતે સાસરીમાં જતા રહ્યા હતા.આ સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના નડિયાદના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને તીજોરીનુ લોક તોડી તિજોરીના લોકરમાં મૂકેલ સોનાની બંગડી ન કિ. રૂા.૪૫,૦૦૦, સોના ડોકીયુ નંગ-૧ કિ.રૂા. ૨૧,૦૦૦ તેમજ ચાંદીની વસ્તુઓ કિ.રૂા.૧૬,૦૦૦ એમ મળી કુલ રૂા.૮૨,૦૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બીજા દિવસે સવારે દીપકભાઇ ઘરે પરત આવતા ઘરના મેઇન દરવાજાનુ તાળુ તુટેલ હતું.જેથી ઘરના બેડરૂમમાં જઇ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હતો.અને તિજોરીના લોકરમાંથી સામાન ચોરાયુ હોવાનું માલૂમ પડયું હતું. જેથી આ બનાવ અંગે દિપકભાઇ રબારીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *