પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા
હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી છે અને નવરાત્રી દરમ્યાન છેલ્લા 6 વર્ષ થી માતાજીના પટાંગણમાં રાજપૂત સમાજ ધ્વરા તલવાર આરતી યોજાય છે. ત્યારે આ વર્ષે કોરોનો મહામારીના લીધે માત્ર 31 યુવાનોએ આરતીમાં ભાગ લઈને પરંપરા જાળવી રાખી હતી અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે દર વર્ષે આ તલવાર આરતી માં નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા જિલ્લા ના 200 થી વધુ સમાજ ના યુવકો જોડતા હતા.
આજથી 417 વર્ષ પેહલા રાજપીપળા સ્ટેટેના રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી માં હરસિધ્ધિ રાજપીપળા આવ્યા હતા.ત્યારથી લઇને આજ સુધી રાજપૂતો પોતાની કુળદેવીમાં હરસિધ્ધિની અનેરી આસ્થાથી પૂજા કરે છે.તલવાર એ રાજપૂતોનું શસ્ત્ર છે વળી રાજપૂતોમાં તલવારબાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે.કુળદેવીની આરાધના પણ થાય,તલવારબાજીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિષે આજની પેઢી માહિતગાર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે જ છે. સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ 31 રાજપૂત યુવકોએ સતત 1 કલાક સુધી લાગલગાટ ઢોલ નગારાના તાલે રિધમમાં તલવારના દિલધડક કરતબ અને ત્યાં અદભુત નજારો સર્જાયો હતો. જેમ ગંગાની દીવડા આરતી વિશ્વમાં પ્રખ્યાત છે તેવી રીતે રાજપીપળામાં હરસિધ્ધિની માતાજીની રાજપૂતોની તલવાર આરતી પણ વિશ્વ પ્રખ્યાત થશે.જેથી નાનકડું રાજપીપળા વિશ્વના નકશા પર અંકિત થશે એવી આશા નર્મદા જિલ્લાના રાજપૂત સમાજે વ્યક્ત કરી હતી
.