અમરેલી જિલ્લાના શ્રમિકો માટે સ્થાનિક તંત્રને કોંગ્રેસ ભાડું ચૂકવે તો લેવામાં આવતું નથી. શ્રમિકોની સ્થિતિ ગંભીર…

Amreli Latest Saurashtra
રીપોર્ટર : ભૂપત સાંખટ, અમરેલી

અમરેલી જિલ્લાના શ્રમિકોની સ્થિતિ દયનિય વતન પરત જવા જરૂરી ચીજવસ્તુઓ વેચી ભાડું ચૂકવ્યું સ્થાનિક તંત્ર ને કોંગ્રેસ ભાડું ચૂકવે તો લેવામાં આવતું નથી.

રાજ્યમાં કોવિડ૧૯ ની મહામારી સામે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં રહેતા પરપ્રાંતિય તેમજ શ્રમિકોને પોતનાં વતનમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોતાના વતન અન્ય રાજયમાં જવા માટે મજૂરો પાસે પૂરતું ભાડું નો હોવાથી ઘણી ફરિયાદ ઉઠવા પામી છે જેના કારણે મજૂરો પોતાની જરૂરી કિંમતી ચીજવસ્તુઓ વેચી રોકડ રકમ મેળવી તેમાંથી રેલ્વે અને બસ ભાડું ચૂકવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થતા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકાર પર સવાલ ઉભા કરી ગરીબ વિરોધી સરકાર ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે શ્રમિકોને પોતાના વતન જવા માટે રાજ્ય સરકાર ભાડું આપતી નથી અને કોંગ્રેસ ચૂકવે છે તો વહીવટી તંત્ર અને પોલિસ સ્વીકાર કરવા દેતું નથી.

જેના કારણે મજૂરો પીસાઈ રહ્યા છે મજૂરોને કોઈપણ ભોગે પોતાના વતન જવું છે માટે ભાડુના રૂપિયા મેળવવા પોતાની પાસે જરૂરી મોબાઈલ,સોનાની વીંટી,ચેન સહિતની ચીજ વસ્તુઓ વેચવા મજબુર બન્યા છે. ત્યારે જિલ્લામાં કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય શ્રમિકોનું ભાડું ચૂકવવા તૈયાર છે તો શામાટે તંત્ર દ્વારા સહકાર આપવામાં આવતો નથી. અમરેલીથી મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં પોતાના વતનતરફ જતા મજૂરોને પોતાનું ભાડું ચૂકવવા નાણાં નહિ હોવાથી કોંગ્રેસ આગળ આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા શરદભાઈ ધાનાણી ડીકે રૈયાણી જેપી સોજીત્રા તેમજ નગરપાલિકાના સભ્યો અને સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટેબલ ઉપર તંત્ર દ્વારા ટિકિટ ના પૈસા ઉઘરાવતા કાર્યકર્તાઓએ એક એક ટેબલ પર બેસી પેસેન્જર વતી રૂપિયા 250 લેખે ચૂકવાનું શરૂ કરતા પોલીસ આવી પહોંચી હતી અને કલેકટર સાથે પરામર્શ કરવા લઈ જતા બસો રવાના કરી અને ચૂકવણુ કરતા અટકાવ્યા હતા. ત્યારે માનવતાના અભિગમથી તંત્ર અને પોલીસ કામ કરે તે જરૂરી છે તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *