રીપોર્ટર : વિજય અગ્રાવત, રાજકોટ
સમગ્ર દેશમાં ફેલાયેલ કોરોનાની મહામારીને લીધે સુરત શહેરમા વસતા સૌરાષ્ટ્ર વાસીઓને પરત આવવા માટે ગુજરાત સરકારે કરેલ નીર્ણયને અનુલક્ષીને જામકંડોરણા તેમજ જેતપુર તાલુકાના સુરત નિવાસી પરીવારોને હાલની પરિસ્થિતિમાં સુરતથી જામકંડોરણા તેમજ જેતપુર આવવા માટે મુશ્કેલી હોય જેને ધ્યાને લઈને સંસ્થા દ્વારા આગવી પહેલ કરીને જેતપુર – જામકંડોરણા વિસ્તારના તમામ સુરત નિવાસી પરીવારોને પરત આવવા માટે શ્રી જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા સંસ્થાના ખર્ચે સુરતથી જામકંડોરણા તેમજ જેતપુર આવવાની પ્રાઈવેટ બસો દ્વારા વ્યવસ્થા કરેલ છે, પરત આવવા માગતા જામકંડોરણા તેમજ જેતપુર તાલુકાના પરિવારોને આપેલ સુચના મુજબ જામકંડોરણા તાલુકા પરિવાર સમિતિ – સુરત ના સભ્યોનો સંપર્ક કરીને નોંધણી કરાવવાની રહેશે.
સુરત થી આવનાર તમામ પ્રાઈવેટ બસની સરકારી મંજુરી તેમજ રજીસ્ટ્રેશન મેળવવાની કામગીરી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી છે. કોઈ પરીવાર પાસે પોતાનું ફોર વ્હીલ વાહન હોય અને એમને એ વાહન લઈને આવવુ હોય તો પણ સમિતિના કાર્યકર્તાઓ મંજુરી મેળવવામાં મદદરૂપ થશે પરંતુ તેમને પોતાના ખર્ચે આવવાનું રહેશે, સુરતથી આવનાર તમામ પરિવારોને સરકારી નિયમ મુજબ આરોગ્યની ચકાસણી કરાવીને ૧૪ દિવસ પોત પોતાની ધરે હોમ ક્વોરન્ટાઈન રહેવાનુ રહેશે તેમજ ૪૫ દિવસ સુધી સુરત પરત જઈ શકાશે નહી.
સરકારે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરીને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ તેમજ પોલીસને સહકાર આપવાનો રહેશે. બસમાં આવનાર તમામ વ્યક્તિઓનો ખર્ચ શ્રીજામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય આપશે .