કપડવંજમાં સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે મારામારી, 3 ઘાયલ

Kheda
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા

કપડવંજની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે તકરાર થઇ હતી જે ઉગ્ર બનતા બંને પરિવારો આમને સામને આવી છુટ્ટા હાથની મારામારી કરવા લાગ્યાં હતાં. જેમાં બંને પરિવાર ના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી આવેલા મહંમદ પાર્ક સોસાયટીમાં રહેતા ફકીર મહંમદ યુસુફભાઈ શેખ ગતરોજ તેમના ઘર આગળ સાઈડમાં પોતાની ગાડી પાર્ક કરી હતી. દરમિયાન મોડી સાંજના સમયે ફળીયામાં રહેતા મોહસીન ભાઈ ફિરોજભાઈ બાલાસિનોર વાળા અને તેમના પત્ની શબાનાબેન ગાડી લઇ આવ્યા હતા અને ફકીરમહંમદ શેખના પુત્ર ને તમે રસ્તામાં ગાડી કેમ મુકો છો કહી ગમે તેમ અપશબ્દો બોલી ઝગડો કરવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં મોહસીન ભાઈ અને સબાના બેન ભેગા મળી મુસેફને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત ઉશ્કેરાયેલા મોહસીન ભાઈ એ નજીકમાં પડેલ ઈંટનો ટુકડો ઉઠાવી મુસેફના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે સામે પક્ષે ફકીરમહંમદ યુસુફભાઈ શેખ, મુસેફભાઈ ફકીરમહંમદભાઈ શેખ અને અમીરભાઈ ફકીરમહમદ ભાઈ શેખે ભેગા મળી મોહસીનભાઈ ફિરોજભાઈ બાલાસીનોરવાળા અને તેમના પત્ની શબાનાબેને ગડદાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *