મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાદળ છાયા વાતરણના કારણે ડાંગર અને મકાઇ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન.

Mahisagar
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ ના કારણે ડાંગર તેમજ વાદળછાયા વાતરણના કારણે શિયાળુ મકાઇના પાકોમા જીવાત પડતા જગતનો તાત થયો ચિંતાતુર. મહીસાગર જિલ્લામા કમોસમી માવઠા થવાના કારણે ખેડુતોનો તૈયાર થયેલો ડાંગરનો પાકમાં બહુ મોટા પાયે નુકસાન થયું હતું. જયારે બીજી બાજુ સતત વાદળછાયા વાતરણના કારણે તેમજ શિયાળુ મકાઇના પાકમાં ઈયળ તેમજ જીવ જીવાત પડતા ખેડુતોના માથે આભ તૂટી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આમ એક બાજુ ખેડુતોનો ડાંગર નો ઉભો પાક પડી ગયો છે. જયારે કેટલાક ખેડુતોના લલણી કરેલો પાક પર પાણી ફરી વરયુ છે.જયારે શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં મકાઇ નુ વાવેતર કરવામાં આવ્યું હતું પણ મકાઇના પાકોમા પણ અતિશય જીવાત પડતો બે થી ત્રણ વખત દવાનો છંટકાવ કરવા છતાં ઇયળો મરવાનુ નામ નથી લેતી આમ જગતનો તાત ખેડુત સાથે બાર સાંધે ત્યાં તેર તૂટે તેવી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડુતોનો તૈયાર થયેલો ડાંગરના પાક પર વરસાદ પડવાના કારણે તૈયાર થયેલો ડાંગર પાક નિષ્ફળ ગયો જયારે બીજી બાજુ મકાઇના પાકમાં પણ અતિશય જીવ જીવાત પડવાને કારણે પણ મકાઇનો પાકમા નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. કોરાના વાયરસના કારણે પહેલાથી ખેડુતોની કમર તુટી ગઇ છે. જયારે બીજી બાજુ કમોસમી માવઠાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ અને સતત વાદળછાયા વાતરણના લીધે મકાઈના પાકમા અતિશય જીવ જીવાત પડી ગયા છે. આમ ધરતીપુત્રો પર વારંવાર અનેક કુદરતી આફતોનો ભોગ બનાવા કારણે ખેડુત બિચારો ન ઘરનો કે ન ઘાટ હોય તેવી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *