બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના જુનારાજ ગામમાં માં રહેતા સંજય મણિલાલ વસાવાની પત્ની ને ગામના હસમુખભાઈ ભરતભાઈ વસાવા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો જે અંગે સમાજ રાહે સમાધાન કરેલ તેમ છતા હસમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખોટો વહેમ કેમ રાખે છે તે અંગે સંજયને ગાળો બોલી કહેવા જતા ગાળો બોલવાની ના પાડતા હસમુખ ઉશ્કેરાઈ જઈ લાકડી થી માથામાં માર મારી ઈજા કરી હતી તથા ભરતભાઈ સોનજીભાઈ વસાવા અને રાહુલભાઈ ભરતભાઈ વસાવા તમામ રહે, જુનારાજ એ વચ્ચે પડી ઉપરાડુ લઇ હસમુખને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.