રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
તાલુકા વિકાસ અધિકારી શ્રી સાગબારા દ્વારા સેલંબા ગ્રૂપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રી ગંગારામભાઈ બાબુભાઇ તડવી ની તબિયત સારી ના હોવાના કારણે શ્રી ચન્ટ્રાકાંતભાઈ ગોરખભાઈ લુહાર, રહે- સેલંબા ને 3 મહિના માટે ” સરપંચ ” નો હોદ્દો સાંભળવાની જવાબદારી સોંપવામાં આવેલ
પરંતુ નર્મદા જિલ્લો અને સાગબારા તાલુકા માં “પંચાયતો નું અનુસૂચિત વિસ્તારો માં વિસ્તરણ અધિનિયમ 1996″ લાગુ હોવાથી ” ગુજરાત પંચાયત ધારા 1993 ની કલમ 278(ક) મુજબ મૂળ પંચાયત ધારાની કલમ 51 માં સુધારો કરી તમામ ગ્રામપંચાયતો ના હોદ્દાઓ ફક્ત ” અનુસૂચિત આદિજાતિ” ની વ્યક્તિઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી, સાગબારા દ્વારા કાયદાને ધ્યાન માં રાખવામાં આવ્યા વગર સરપંચ નો હોદ્દો ગૈર આદિવાસી વ્યક્તિ ને સોંપવામાં આવતા આદિવાસી સમાજ માં રોષ ની લાગણી પ્રસરી રહી છે અને ગૈર આદિવાસી વ્યક્તિ ને હોદ્દા ઉપર થી તાત્કાલિક અસર થી દૂર કરી કોઈ આદિવાસી સભ્ય ને સરપંચ નો હોદ્દો આપવામાં આવે તેમજ ગૈર આદિવાસી વ્યક્ત એ સરપંચ ના પદ ઉપર રહી હોદ્દો સંભાળ્યા થી આજરોજ સુધી ના જે નિર્ણયો લીધેલ હોય તે તાત્કાલિક અસર થી રદબાતલ કરવા લેખિત માં આવેદનપત્ર આપી રજુઆત કરેલ છે.