બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉમેદવારો દ્વારા હાલ તેમના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા દ્વારા તેમના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે અલગ અલગ વિસ્તારના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ હાલ તેમની સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે ત્યારે લોકો દ્વારા હાલ સુરેશભાઈ કોટડીયાને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ધીરુભાઈ વાઘાણી,તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, કોંગ્રેસ અગ્રણી હિરપરા સાહેબ,ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીય, ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ધારાસભ્ય, બાબુભાઇ વાજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રદીપ સાકરીયા, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, નિલેશ કુંભાણી કોપરેટર સુરત સહિતના આગેવાનો ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાના મત વિસ્તારમાં તેમની સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *