રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી
નારિયેળી પૂનમનો દિવસ અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે.તે દિવસે દરિયાદેવ ની પૂજા કરી અને તમામ ખારવા સમાજ દ્વારા નાની નાની બાળાઓ અને મહિલાઓ દૂધની હેલ ભરીને અબીલ ગુલાલ કંકુ ચોખા ના સાથીયા કરીને દરિયા દેવની પૂજા કરવામાં આવે છે….
ત્યાર હાથે રાખડી બાંધી દરિયા દેવને વંદન કરે છે. અને દરિયા દેવને પોતાના ભાઈ માટે પ્રાર્થના કરે છે.
સતત બે વર્ષથી કોરોના અને તૌકતે વાવાઝોડાના તોફાનના લીધે હજારો માછીમારો એ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. પણ આ વર્ષની નવી સીઝન સુખદાયી અને શાંતિ થી પૂર્ણ થાય તે માટે ખારવા સમાજ દ્વારા બોટો ને શનગારવામાં આવી છે. અને ધાર્મિકવિધિ કરી નાની નાની બાળાઓ ની હાથે કંકુ ગુલાલ દ્વારા બોટોને હાથથી નિશાન પાડી શુભસગુણ કરવામાં આવ્યા હતા….