રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમા નવરાત્રીના પાવન પર્વનુ એક અનેરું મહત્વ છે. જ્યારે ગુજરાતના શક્તિપિઠ અંબાજી મંદિરમા ગઈ કાલે જે યાત્રીકોને દર્શનમા અસુવિધા પડી તેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ના વહીવટદારએ યાત્રીકો ને સંપૂર્ણ રીતે સુવિધા મળે તે માટે નિર્ણય લીધા જેમાં યાત્રીકો મોટી સંખ્યામાં હોય તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રેલીંગ ગોઠવવામાં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો અને યાત્રીકો શાંતિપૂર્વક જગત જનની મા અંબાના દર્શન કરી શકે માટે દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો. જેમાં દર્શન સવારે 7:30 થી 11:45 સુધી અને બપોર ના દર્શન 12:15 થી 16:15 સુધી અને રાત્રીના દર્શન 19:00 થી 23:00 સુધી નક્કી કરવામાં આવ્યો છે.