મોરબી: હળવદના ચરાડવા ગામેથી જુગારધામ ઝડપાયું : ૧૨ ઈસમોની ધરપકડ..

Latest Patan
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી.એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સોને રોકડા રૂ. ૬.૦૧ લાખ સહિત કુલ રૂ. ૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લા પોલીસ સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ,હળવદના ચરાડવા ગામે અનિલભાઈ હરિભાઈ સંતોકીની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબીએ ચરાડવા ગામે વાડીની ઓરડીમાં દોરડો પાડ્યો હતો અને ત્યાં જુગાર રમતા અનિલભાઈ હરિભાઈ સંતોકી ,હિરેનભાઈ જગદીશભાઈ દવે ,ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા ,દેવજીભાઈ કાળુંભાઈ ગોરીયા ,મનસુખભાઇ રતિલાલભાઈ સનારીયા,જ્યંતીભાઈ પોપટભાઈ પરેજીયા , નિજામભાઈ કરીમભાઈ જેડા ,રમેશભાઈ ચતુરભાઈ માકાસણા,નિજામભાઈ ગફુરભાઈ મોવર ,તાજમહમદ આમદભાઈ મોવર ,સુરેશભાઈ ગોરધનભાઈ ચાવડા ,વિજયભાઈ છગનભાઇ માકાસણાને રૂ.૬.૦૧ લાખ રોકડા ,૧૬ મોબાઈલ ,૫ કાર સહિત કુલ રૂ.૨૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રિયાઝ રજાકભાઈ મેમણ રહે કાલીકા પ્લોટ મોરબી નું નામ ખુલતા પોલીસ દ્વારા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *