રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ
યાત્રાધામ ચાંદોદ અને કરનાળીના વિકાસ માટેની કાર્યવાહી સત્વરે અગ્રીમતા ના ધોરણે કરવા માટે સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ જિલ્લાવાર ધારાસભ્યઓ સાથે ની મુખ્યમંત્રીની બેઠકમાં રજૂઆતો કરી હતી. અને સત્વરે યાત્રાધામ કરનાળીમાં નવીન આધુનિક ડિઝાઇનિંગ સાથેના ઘાટોના નિર્માણ દ્વારા કરનાળી અને નર્મદા મૈયાના સૌંદર્યમાં વધારો થાય અને વિકાસના કામોને વેગ આપવા માટે તાજેતરમાં કરનાળીમાં અંદાજિત ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે નવિન ઘાટ બનાવવા માટેની કામગીરીનો પ્રારંભ થશે. આ કામ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જરૂરી ટેન્ડર પ્રક્રિયા આરંભી આ કામ માટે ના જરૂરી વર્ક ઓર્ડર કરવામાં આવ્યા છે. અત્યંત આધુનિક ડિઝાઇન સાથેના ઘાટ અસ્તિત્વમાં આવતા કરનાળી અને નર્મદા મૈયાના સૌંદર્યમાં વધારો થશે અને એક અનેરો માહોલ ઉભો થશે તેમજ ચાંદોદ કરનાળી માં આવતા યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે. આમ પણ કરનાળી યાત્રાધામ ને અગાઉ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી સ્વ.અરૂણ જેટલીજી દ્વારા દત્તક લેવામાં આવ્યું હતું અને ત્યારથી જ કરનાળી માં જરૂરી વિકાસના કામો કરી સગવડો ઊભી કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં સ્થાનિક -જાગૃત- પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ના પ્રયત્નો થી કરનાળી માં આધુનિક ડિઝાઇન સાથે ના નવીન ઘાટ બનાવવાના કામોને મંજૂરી મળી છે. જેથી વિકાસમાં વધારો થશે અને સ્થાનિક રોજગારી પણ વધશે. પરિણામે પ્રજાજનોમાં આ વાતને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.