રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
વડોદરા શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેન્કના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કમૅચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યો પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા સ્મિત પંડયા સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે આવેલ કેનેરા બેન્ક માં છેલા બે વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ગોરવા પોલીસ મથકે નોંઘાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ ૫ મી. ઓકટોબરના રોજ તેઓની હેડ ઓફિસ બેંગ્લોર ખાતેથી ઈ-મેલ થકી જાણવા મળ્યું હતું કે અમારી કેનેરા બેન્કના એટીએમ માંથી શંકાસ્પદ ટ્રાન્જેકશન થઈ રહ્યું છે જેથી બેંક મેનેજર તથા અન્ય શાખાના કમૅચારીઓ સીસી ટીવી કૂટેજ ની તપાસ શરૃ કરી હતી જેમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિ વારાફરતી જુદા જુદા કાડૅ એટીએમમાં નાખ રૂપિયા નહિ હોવા છતાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં જણાઈ આવ્યા હતા જેથી બેંકના કર્મચારીઓ અને મેનેજર તાત્કાલિક એટીએમ પાસે પહોંચી ગયા હતા અને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને રોકી પુછતાછ કરી હતી જેમાં શાહુકાર મહેમુદ ખાન પઠાણ અને જાવેદ ઈદ્વીશ ખાન પઠાણ રહેવાસી મેવાત હરિયાણા હોવાનું જાણાવ્યુ હતું જ્યારે અન્ય ત્રીજા વ્યક્તિ એ કોઇ પણ જાતની હકીકત જણાવી ન હતી ફરિયાદાના આઘારે ગોરવા પોલીસે ત્રણેય શખ્સોની ચોરીના પ્રયાસના ગુના હેઠળ ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.