રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષયરોગ નિદાન કેંમ્પ યોજાયો હતો. જેમાં એક્સરે વાન દ્વારા શંકાસ્પદ દર્દીઓના સ્થળ પર એક્સ-રે પાડવામાં આવ્યા હતા. તેની અંદર અંદાજે ૩૫ જેટલા દર્દીઓના એક્સ-રે પાડવામાં આવ્યા હતા અને તે તમામ ૩૫ ના સ્યુટમ, આર. બી. એસ. ,એચ. આઈ. વી. ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ કોરોનાની મહામારીમાં કોરોના વિશે બધાને જાગૃત કરવામાં આવ્યા અને કોરોના થી કઈ રીતે બચી શકાય તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પની અંદર ૧૦૦ જેટલા માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા આવેલ દર્દીઓ ને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કઇ રીતે રાખવું તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. નસરીન ઈસ્માઈલવાલા, સુપરવાઇઝર એન. એફ. જાદવ , લેબ ટેક્નિશિયન શ્રી કનુભાઈ, સ્ટાફ બ્રધર્સ રોનક શોની તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારી ભાઈ-બહેનો તથા આશા બહેનો એ ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.