રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના સપકડા આવેલ કેનાલ માંથી પાણીમાં એક અજાણ્યો યુવક ડૂબ્યો હોવાની જાણ થતા ગામ લોકોઘટના સ્થળે દોડી ગયા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
