રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના વિવિધ વિસ્તારમાં છાસવારે અબોલ જીવો પર એસિડ એટેક અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલા ના બનાવો બનતા આવ્યા છે ત્યારે હળવદ તાલુકાના નવા રાયસંગપર ગમે પાછલા અઠવાડીયે આ બનાવ બન્યો હોઈ તેવી વિગત જાણવા મળી છે નવા રાયસંગપર ના વાડી વિસ્તાર માં અબોલ જીવ એવા ૬ જેટલા ગૌવંશો પર એસિડ એટેક કરી અને જીવલેણ હુમલો કોઈ અજાણ્યા નરાધમ શકશો દ્વારા કરવામાં અવ્યો હોઈ ત્યારે આ વાત ની જીવદયા પ્રેમીઓ ને જાણ થતાં તેમને હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ પી.જી.પનારા ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ તેવું જાણવા મળ્યું છે ત્યારે હળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી વિવિધ વિસ્તારમાં અબોલ જીવો પર ક્રૂરતા પૂર્વક હુમલાઓ થઈ રહ્યા છે અને તે સિલસિલો હજી પર ચાલુ જ છે ત્યારે આવા નરાધમ હરામી શકશો ને પોલીસ પકડી પાડી અને કાયદા નો પાઠ ભણાવે તેવી જીવદયા પ્રેમીઓ માં માંગ ઉઠવા પામી છે ગૌમાતા અને ગૌવંશ માં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને હાલ કોરોના જેવી વિકટ પરિસ્થિતિ માં ગૌમાતા ની એન્ટીબોડી થકી ઈલાજ મળવાનો હોઈ અને જે ગૌમાતા નું દૂધ આરોગી અને ગૌમાતા ના આપડે સૌ ઋણી છીએ ત્યારે આધ્યાત્મિકતા સાથે જોડાયેલ ગૌમાતા અને ગૌવંશ પર થતા આ જીવલેણ હુમલાઓ બંધ થાય તે માટે તંત્ર ઘટતી તમામ કાર્યવાહી કરે તેવી હળવદ તાલુકાના નાગરિકોની માંગ છે.