રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા. આ ઉપરાંત નાના વાહનચાલકોને રાત્રીના સમયે ખાડા ન દેખાતા મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી હતી. વરસાદી પાણી આ ખાડામાં ભરાઈ રહેવાના કારણે વાહનચાલકોને ખબર પણ પડતી નથી જેના કારણે કેટલાય વાહનો ધડાકાભેર ખાડામાં ખાબકતા વાહનોને ભારે નુકશાન પહોંચતું હતું. ત્યારબાદ અગાઉ એક મહિના પહેલા જ આ રસ્તાના રીપેરીંગનું કામ કરાયું હતું. પરંતુ રોડની પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હાલ પણ રોડ બિસ્માર હાલતમાં જ છે. શું આ રોડનું રીપેરીંગનું સમારકામ બસ નામનું જ કરવામાં આવ્યું છે? એક જ મહિનામાં રોડની હાલત જેવી હતી તેવી જ છે. પી.ડબ્લ્યુ.ડી દ્વારા આ રોડનું કામ કઈ એજન્સીમાં આપ્યું હતું? રોડ રીપેરીંગમાં કેટલો ખર્ચ થયો હતો? અને કોની એજન્સી નું ટેન્ડર પાસ થયું હતું? આવા અનેક સવાલો હાલ ચાલી રહ્યા છે. આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ડેપ્યુટી ઈજનેર બી.ટી.સાલ્વી ને પ્રશ્નો કરતા અધિકારીએ બહાનાબાજી કરી ને પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો ન હતો. લોકડાઉંન દરમિયાન એક મહિના થી દોઢ મહિનો આ રોડનું સમારકામ થયું હતું. હાલ પેહલાની જેમ જ આ રસ્તા પર ગાબડા પડી ગયા છે. જો કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હવે ફરીથી આ રોડની સમારકામ થશે કે આ રસ્તા પરના ગાબડા આવા જ રહેશે તે જોવાનું રહ્યું.