રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદના રામભાઈ ગરચર ર૪ સપ્ટેમ્બર ૨૦૦૩ માં પોરબંદરથી આર્મીમાં ભરતી થયેલ હતા. ત્યારે નાગાલેન્ડ ખાતે પ્રથમ ફરજમાં નિમણુંક થયા હતા ત્યાર બાદ દિલ્લીમાં, જમ્મુ કાશ્મીરમાં કઠિન પરિસ્થિતિમાં લેહ લદાગમાં અઢિ વર્ષ ફરજ બજાવેલ સતર વર્ષ જુદી જુદી જગ્યાએ દેશની રક્ષા માટે ફરજ બજાવી ફરજ નિવૃતી થતાં તેમના વતન કેશોદ ખાતે તેમના સગા સંબંધી મિત્રવર્ગ દ્વારા ફુલહાર પહેરાવી સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત ફૌજી રામભાઈ ગરચરે જણાવ્યું હતું કે હું ભલે ફરજ નિવૃત થયો છુ, પરંતુ દેશની રક્ષા માટે મારી જરૂર પડશે તો હું સેવા આપવા તૈયાર છું.