બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
મહેમદાવાદમાં આવેલ મારૂતિ નગર સોસાયટીમાં મકાન ૨ માં રહેતાં કનુભાઈ પરષોત્તમભાઈ પટેલના ઘરનો બીજો માળ ભાડે રાખી અમદાવાદના શખ્સો આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો અને ઘર આગળ ખુરશીમાં બેઠેલા ઘરમાલિક કનુભાઇની અટકાયત કરી ઘરની તલાશી લીધી હતી જેમાં ઘરના બીજા માળે ભોંય તળીયે બેસી આઈપીએલ મેચ ઉપર સટ્ટો લગાવતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ રધુભાઈ પટેલ તેમજ જીગ્નેશભાઈ જગદીશભાઈ પટેલ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી ૧૧ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 20,300 લેપટોપ, મ્યુઝિક પ્લેયર, મોબાઈલ લેપટોપના ચાર્જર તેમજ પકડાયેલા બંને ઈસમોની અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૫૫૦અને કાર કિંમત મળી કુલ રૂ.૧,૩૬,૧૯0નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સટ્ટો લગાવતાં પકડાયેલા અમદાવાદના મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ રઘુભાઈ પટેલ, જીગ્નેશભાઈ જગદીશભાઈ પટેલ તેમજ ઘરમાલિક કનુભાઈ પરષોત્તમભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.