રિપોર્ટર: ગૌતમ વ્યાસ
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી માં વિમલ પાનમસાલા ગુટખા ના જથ્થા સાથે સત્તાર ઉસ્માન ભાઈ મેમણ ની ધરપકડ કરવામાં આવી હતી..નસવાડી બન્યું વિમલ પાન મસાલા ના વેપારનું એપી સેન્ટર.નસવાડી મેમણ કોલોની માં રહેતા ઇસમ ની પ્રતિબંધિત પાન મસાલા ગુટખા ની સાથે ધરપકડ કરાઈ.નસવાડી તણખલા રોડ પર રમીઝ સ્ટોર માથી પોલીસે વિમલ પાન મસાલા નો જથ્થો ઝડપી પાડયો હતો કાળા બજાર કરતા લોકો નો નસવાડીમાં રાફળો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે.
વિમલ ગુટકાના 53 પેકેટ સાથે એક વહેપારીની ધરપકડ થઈ હતી.પશુ આહાર માલ વાહક સાધનો મા ગુટકા નો જથ્થો લવાતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કુલ સાત હજાર નવસો પચાસ નો મુદ્દા માલ સાથે એક ની ધરપકડ કરાઈ છે. હાલની લોક ડાઉન પરિસ્થિતિમાં રાતો રાત માલદાર બનવા માંગતા કાળા બજારીયાઓ વિમલ પાન મસાલા ના પેકટો પાછળ પડ્યા છે.પી.એસ.આઈ જી.બી.ભરવાડ ની કામગીરી બદલ નસવાડી પોલીસ ને મળી રહી છે એક પછી એક સફળતાઓ.