રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલીના ચાવડાપુરામાં ખાનગી માલિકીની જમીનમાં આર.સી. સી રોડ અને ખાનગી કુવામાંથી પાણીની પાઇપલાઇન અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ જેમાં તાલુકાના ઇજનેર ધ્વારા ૩.૭૦ લાખના ખોટી રીતે બીલો મંજુર કરેલ છે તેની તપાસ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી. ડભાલીનાં વોર્ડ નં ૩ ના ચાવડાપુરામાં સરપંચ દશરથભાઈ પ્રભાતભાઈ પરમાર દ્વારા એ.ટી.વી.ટી ગ્રાન્ટ માંથી ડભોલી થી મકરપુરા બાજુનો જવાનો રસ્તો મંજુર થયો હતો પરંતુ સરપંચ દ્વારા ખાનગી માલિકીની જમીન નો સર્વે નં ૨૧૨માં આર.સી.સી પાકો રોડ બનાવી આપી ભ્રષ્ટાચાર કર્યો હતો. એમા તાલુકાના પંચાયતના ઇજનેર ધ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વગર બીલો મંજુર કરવામાં આવ્યા હતા. જેની સામે તપાસની માંગણી કરવામાં છે. ગામ ડભાલીનાં વોર્ડ નં ૩ના મકરપુરામાં પાણીની સમસ્યા હતી જેના માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને ડભાલી ગામના મુખ્ય કૂવામાંથી મકરપુરામાં પાણીની પાઈપ લાઈન આપવાની મંજૂર થઇ હતી. પરંતુ આ પાઇપલાઇન ચાવડાપુરાના ખાનગી કુવામાંથી આપીને ભ્રષ્ટાચાર કરેલ હતો. તેમાં પણ તાલુકાના ઇજનેર દ્વારા કોઈ પણ તપાસ કર્યા વગર બીલો પાસ કરી અને કામના રૂ.૩.૭૦ લાખની ગેરરીતિ આચરવામાં આવેલ છે જેમાં સરપંચને અધિકારી દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તેઓ એ માંગ કરી હતી કે આ ભ્રષ્ટાચારમાં તાલુકા ઇજનેર દ્વારા પણ આ ભ્રષ્ટાચારમાં તપાસ કર્યા વગર ખોટાબીલો પાસ કરીને સરપંચનો ભ્રષ્ટાચાર માં મદદ કરી છે માટે તેમની સામે પણ તાત્કાલિક ધોરણે તપાસ કરીને ઇજનેર સામે યોગ્ય પગલાં લઈને ઘટતી કાર્યવાહી કરવા અરજ કરી છે. અને જો ૧૦ દિવસમાં કોઈ પગલાં લેવામાં નહી આવે તો તાલુકા પંચાયત બહાર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી અરજદાર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.