રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સર્કિટ હાઉસ ખાતે પાનમ યોજના વર્તુળ ગોધરા કડાણા જળાશય યોજના સિંચાઇ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. કડાણા ખાતે વિલેજ રેસ્ટ હાઉસમાં મિટિંગ મળી તેમાં સંતરમપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરના, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પી.એમ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન તેમજ લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મણીભાઈ પટેલ તેમજ તમામ સલાહકાર સમિતિના સભ્યો તેમજ મંડળીના પ્રમુખ,મંત્રી સિચાઈ યોજના અધિકારી સાથે મિટિંગ યોજાઇ હતી. જેમાં ખેડૂતના સિંચાઇ લગતા પ્રશ્નો તથા રજૂઆતને ધ્યાનમાં લઈ આગળના સમયમાં શું નવીન કર્યો થઈ શકે તે હેતુથી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.