રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં શિયાલ અને લુણાવાડા તાલુકાનાં શામણા તળાવમાંથી પાઈપલાઈન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં તળાવો ભરવા તથા મોરલનાકા અને બાબરી એમ.આઈ તળાવને વડા તળાવ પાસે આવેલ પી.એસ-૨ માંથી પાઈપલાઈન લીન્ક કરી તળાવો ભરવાની મંજૂરી મળી હતી. પરંતુ વહીવટી વિલંબ થવાના કારણે આ વિસ્તારના ગામલોકોની માંગણીના ધ્યાનમાં લઈ તેમના વતી સરકારમાં ધારદાર રજુઆત કરી ટેન્ડર મંજુર કરાવી ટૂંક સમયમાં કામ ચાલુ થશે. તમામ ગ્રામજનો વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માનવમાં આવ્યો છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સંતરામપુર તાલુકાના ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી એમ.આઈ તળાવને વડા તળાવ પાસે આવેલ પી.એસ-૨ માંથી પાઈપલાઈન લીન્ક કરવાના કામની રૂ. ૨૯.૪૪ કરોડની રકમની વહીવટી મંજુરી સરકારના સમાનાંકી હુકમ તા.૧૭/૦૧/૨૦૧૯ તથા રૂ.૧૯.૫૦ કરોડની ની રકમની ડી.ટી.પી મંજુરી સમાનાંકી હુકમ તા.૧૯/૧૦/૨૦૧૯ થી આપવામાં આવેલ હતી. જેની મંજૂરી મળી ગઈ છે જેનું પણ કામ ટૂંકા સમયમાં કામ ચાલુ થશે.
કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં શિયાલ અને લુણાવાડા તાલુકાનાં શામણા તળાવમાંથી પાઈપલાઈન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાના કામની રૂ. ૭૫.૩૭ કરોડની રકમની વહીવટી મંજુરી સરકારના સમાનાંકી હુકમ તા.૩૧/૦૧/૨૦૧૯ તથા રૂ.૫૩.૭૩ કરોડની રકમની ડી.ટી.પી મંજુરી સમાનાંકી હુકમ તા.૧૯/૧૦/૨૦૧૯ થી આપવામાં આવેલ હતી. જેની મંજૂરી મળી ગઈ છે ટૂંક સમયમાં કામ ચાલુ થશે.- પ્રો.ડૉ કુબેરભાઈ ડીંડોર,ધારાસભ્ય,૧૨૩ સંતરામપુર વિધાનસભા