મહીસાગર: લુણાવાડા ખાતે નશાબંધી સપ્તાહ અંતર્ગત નાટક અને ભવાઈ દ્વારા ઉજવણી કરવામાં આવી.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના અંતર્ગત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જેમાં શાળા-કોલેજોમાં નશાબંધી પ્રચાર-પ્રસાર માટે સંમેલન, મહિલા સંમેલન, જાગૃતિ રેલીઓ, વક્તૃત્ત્વ-નિબંધ સ્પર્ધા સહિતના લોકજાગૃતિના કાર્યક્રમો યોજાતા હોય છે. પંરતુ આ વર્ષે કોરોના મહામારીમાં કારણે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે હેતુથી અલગ માધ્યમથી મહીસાગર પોલીસ દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લુણેશ્વર ચાર રસ્તા પાસે જનજાગૃતિ આવે એ હેતુથી નાટક અને ભવાઇના માધ્યમથી આ સ્પતાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાની પ્રજામાં નશા અંગે જાગૃતિ આવે એવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નશાબંધી અંગેના વિચારોને ફેલાવો કરવા નશાબંધી અને આબકારી ખાતા દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં નશાબંધી બાબતે વધુમાં વધુ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જેમાં વ્યક્તિને નશો કરીને વાહન ન ચલાવો તેમજ નશાથી કેવી રીતે બચવું જેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ને લઈને માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં ગાંધીજયંતી નિમિત્તે સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે જેમાં વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા નશાબંધી અપનાવીને જ ગાંધીજીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકાશે. સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રખરી એવા ગાંધીજીના વિચારોને નૈતિક પણે અમલમાં મુકી વ્યસનમુક્તિ અપનાવીને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.- એસ.એમ કલસવા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જિલ્લા ટ્રાફિક પોલીસ, મહીસાગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *