રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
આજ રોજ કોરોના જેવી મહામારી ના કહેર વચ્ચે કોઈ લાભાર્થી લોહી થી વંચિત ના રહી જાય એના પૂર્વ આયોજન રૂપે મેડિકલ ઓફિસર ડૉ. મુકેશસિંઘ પ્રા. આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા શેખ પીપરિયા ગામે પ્રાથમિક શાળામા રકતદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીની બ્લડ બેંક દ્વારા 37 યુનિટ બ્લડ એકત્રીત કરવામાં આવ્યું.
આ કેમ્પ ને સફળ બનાવવા કેમ્પ ના સ્થળે હેન્ડ વોશીંગ અને સેનિટાઈઝેશન, સોશ્યિલ ડીસ્ટન્સિંગ જાળવવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ જીતુભાઈ ડેર, તેમજ ચાવંડ મેડિકલ ઓફિસર ડૉ. મુકેશસિંગ, ડૉ. હિતેશ પરમાર, પ્રભાતભાઈ બાંભવા, નયનભાઈ, વૈશાલીબેન સહિત ના આરોગ્ય સ્ટાફ ની સાથે ગામ અગ્રણી સરપંચ શ્રી સંજયભાઈ, અશોકભાઈ ભાદાણી, મનોજભાઈ કાકડિયા, ભાવેશભાઈ શેલડિયા, મનીષભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ, ઇરફાનભાઈ, કિશોરભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.