રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
દામનગર નગરપાલિકાને વધુ એક સુવિધા અપવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા સ્થાનિક અગ્રણીઓ, તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઈસામલિયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી, શહેર કોંગ્રેસના મહિપતગિરી બાપુ જીતુભાઇ નારોલા હારૂનભાઈ ફ્રુટવાળા યુવા કોંગ્રેસના ભુપતભાઇ માલવીયા, જીજ્ઞેશભાઈ ઠાકર, રમેશભાઈ નારોલા, કનુભાઈ બોખા, ઇન્ડસ્ટ્રીઝ એશો ના રાજેશભાઇ ઈસામલિયા, રાજુભાઇ કનાડીયા, પ્રકાશભાઈ વાધેલા, લાલજીભાઈ નારોલા, ગોપાલભાઈ ડોડીયા સહિત શહેર કોંગ્રેસ સમિતિ ના વિવિધ વોર્ડ મોરચાના અગ્રણીઓએ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી. ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ગૃહ નિર્માણમાં રાજ્ય અગ્નિ નિવારણ સેવા નિયામક દ્વારા ફાળવણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની ગત તા ૪/૮/૨૦ ના રોજ કરેલ રજુઆત સફળ દામનગર નગરપાલિકા ને ફાયર ફાઇટર તેમજ વોટર બાઉઝર સુવિધા માટે ગત તા૪/૮/૨૦ ના રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા દામનગર પાલિકાને મળે તેવી માંગ કરતા વર્ષ ૨૦૧૯-૨૦ માં થયેલ જોગવાઈ અલ્ટ્રાહાઈ પ્રેશર મીની ફાયર વોટર બાઉઝર માટે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ખરીદી કરી દામનગર નગરપાલિકાને ફાળવવા માટે વહીવટી પ્રક્રિયા અને મંજૂરી મળી હતી.