ગીર સોમનાથ : ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાલુ કરવા માંગ

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા આ યોજના ચાલુ કરવા તથા બાકી ગેસ સબસિડીની રકમ જમા કરાવવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં નજીવા ખર્ચેમાં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા. આ યોજનાનો લાભ બીપીએલ ની મહિલાઓને મળતો હતો કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. ત્યારે સરકાર દ્વારા આ યોજના ૩૦ સપ્ટેમ્બર નાં રોજ સમાપ્ત કરી દેવામાં આવી છે તો બીજા ગેસ કનેક્શન ધારકો ને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવેલ છે ત્યારે આ અંગે ઉના નાં યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓનલાઇન રજૂઆત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬ માં ચાલું કરવામાં આવી હતી. તેમાં બીપીએલ પરિવારોની મહિલા લાભાર્થીઓને નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવતા હતા જે યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ૩૦ સપ્ટેમ્બર મહિનામાં બંધ કરવામાં આવી છે અને અમોને મળતી માહિતી અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકો ને મળતી સબસિડી પણ મે મહિનાથી બંધ કરવામાં આવી છે જેના કારણે ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ગેસ સિલિન્ડર મોંઘા પડી રહ્યા છે હાલ કોરોના વાઈરસ મહામારી અને આર્થિક મંદીનાં સમયમાં આજકાલ આ પરિવારો નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઇ ગયું છે બીજી તરફ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બંધ થવાથી ગરીબ અને સામાન્ય વર્ગ નાં પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન લેવું પણ મુશ્કેલ છે નવા ગેસ કનેક્શન લેવા માટે ૬ થી ૭ હજાર જેવો ખર્ચ થાય છે એટલો ખર્ચ કરવો આવાં પરિવારો માટે મુશ્કેલ છે ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન ધારકોની બંધ થયેલી સબસિડી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને જે પરિવારોનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની યાદીમાં નહોતું તેવા જરૂરીયાતમંદ પરિવારોને નિઃશુલ્ક એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન મળી રહે તે માટે આ યોજના ફરી ચાલુ કરવામાં આવે તેમજ સબસિડી પણ ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *