બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના માતર તાલુકા અને વસો તાલુકામા હાથરસના બનાવમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે બાબતે માતર અને વસો તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસની વાલ્મિકી સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેની જીભ કાપી હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના માતર અને વસો તાલુકામાં કોંગ્રેસ દ્વારા હાથરસની ઘટનામાં પીડિત મહિલાને ન્યાય મળે તે બાબતે અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. તેના વિરોધમાં માતર અને વસો તાલુકાની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માતરના કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, બાબુભાઈ સોલંકી, કાળીદાસ પરમાર, માતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ સોલંકી, લાલજીભાઈ પરમાર વિનોદભાઈ તથા વસો તાલુકાના તાલુકા પ્રમુખ કનુભાઈ ચૌહાણ પ્રદેશ પ્રતિનિધિ અતુલ પટેલ જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.