રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
ગળતેશ્વરના ટીમ્બાના મુવાળાના અસ્થિર મગજના મહિલા ગુમ થતા સેવાલીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીમ્બાના મુવાળા ગામના વીણાબેન નામના અસ્થિર મગજ ના મહિલા ઘરેથી કહ્યા વગર ચાલ્યા જતા સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામંતભાઇ ચતુરભાઇ પરમાર દ્વારા સેવાલીયા પોલીસ મથકે રૂબરૂમા આવી લખાવ્યુહતું કે,” હું ઉપરના જણાવલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું. અમારી બાજુમાં મારા મોટાભાઇ રાવજીભાઇ ચતુરભાઇ પરમાર તથા તેમની પત્ની વીણાબેન તેમના બાળકો સાથે રહેતા હતા અને તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. આ વીણાબેન તથા તેમના પતિનું મગજ બરાબર ચાલતું ન હોઇ તેમજ વીણાબેન નું અસ્થિર મગજ હોવાથી આનંદના ડોકટર સંદીપ પટેલ ના ઓને ત્યાં અગાઉ સારવાર ચાલુ હતી. ગઇ તા. ૦૫/૦૯/૨૦૨૦ ના રોજ સવારના નવેક વાગે હું તથા મારા ઘરના માણસો ખેતરમાં ગયેલા અને ઘરે મારા મોટાભાઇ રાવજીભાઇ તથા મારી ભાભી વીણા બેન ઘરે હતા અને અમો બધા ખેતરમાંથી આશરે સાંજના સાડા ચારેક વાગે ઘરે આવેલ તે વખતે મારી ભાભી વીણાબેન ઘરે હાજર ન હોઇ અમોએ મારા મોટાભાઇને પુછેલ કે મારી ભાભી વીણાબેન ઘરે દેખાતા નથી તે કયાં છે તેમ પુછતા મારા ભાઇએ અમોને કહેલ કે તારી ભાભી તમો ખેતરમાં નીકળેલ ત્યાર બાદ તરત જ એક પ્લીસ્ટીકની થેલીમાં દાતરડું લઇને નીકળેલ હતી તેમ કહેતાં અમોએ તરત જ અમારા ગામમાં તથા ખેતરોમાં અને અમારા સગા સંબંધીઓમાં તપાસ કરેલી પરંતુ આજ દીન સુધી તેમની કોઇ ભાળ મળેલ નથી આ મારી ભાભી ગઇ તા. ૦૫/૦૯/૨૦૨૦ ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે કોઇને કહ્યા વગર અસ્થીર મગજના કારણે કયાંક જતા રહેલ છે. જેમણે શરીરે પીળા કલરની ડીઝાઇનવાળી સાડી તથા પીળો સફેદ ટપકી વાળો બ્લાઉઝ પહેરેલ છે. રંગે ઘઉવર્ણ છે. તેની ઊંચાઇ આશરે ૫*૪” જેટલી છે.