રિપોર્ટર : કૃણાલ ત્રિવેદી, ડાકોર
ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતા ભરત સોલંકી કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતા અને લાંબા સમય માટે તેમને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હવે ભરત સોલંકી કોરોના ને માત આપી સ્વસ્થ થઇ ગયા છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન એ તે ખુશીમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠનના કાર્યકરો ખેડા જિલ્લા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો અને ખેડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કોંગી સભ્યોએ ભરત સોલંકી કોરોના મહામારી ને માત આપી સ્વસ્થ થતા ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વીર ભાથીજી મહારાજ ના મંદિરે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્તિથ રહ્યા હતા અમિત ચાવડાએ રાજ્ય સરકારની ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીની નીતિની ટીકા કરી હતી.