રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુના અંબોજા ગામે આઝાદી પછી સૌપ્રથમવાર નવીન ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ૧૨૩ મત વિસ્તારના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર દ્વારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જુના અંબોજા ગામ અંતરિયાળ ગામ છે. જે જુના અંબોજા ગામના લોકો આઝાદી પછીના વર્ષો સુધી ડામરના રસ્તાથી વંચિત હતું. પરંતુ અત્યારે સરકાર દ્વારા ધ્યાને લઇ મુખ્ય માર્ગથી ગામ સુધી અંદર ડામર રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે આટલા વર્ષો થી રસ્તો ન હતો ત્યારે ગામ લોકોને આવવા જવા માટે તકલીફ ઊભી થતી હતી અને મોટા વાહન સામાન લાવવા માટે અને લઈ જવા માટે તકલીફ પડતી હતી અને ગામ થી લઈને મેઈન રસ્તા સુધી ચાલીને જવું પડતું હતું. પરંતુ હવે જયારે રસ્તો બનવા જઈ રહ્યો છે. ત્યારે ગામ લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ થશે તેવી આશા રાખી રહ્યા છે. ઉદ્ઘાટન માં ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ડો કુબેરભાઈ ડીંડોર દ્વારા રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.