રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
કડાણા ના ખાતવા ગામે વહેલી સવારે એક મહિલાને પ્રસૂતિનો ખૂબ દુખાવો થતા પરિવાર ના સભ્ય દ્વારા ખાતવા ૧૦૮ ને ફોન કરાતા ડિટવાસ થી ૧૦૮ એમ્બ્યુલન્સ ખાતવા થી પ્રસૂતા મહિલાને લઈ ને લુણાવાડા સ્થિત ખાનગી હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં જ પ્રસુતિનો દુખાવો વધારે થતા એમ્બ્યુલન્સમાં જ ઈ.એમ.ટી બાંભણીયા વિપુલભાઇ દ્વારા ડિલિવરી કરાવાઈ હતી. જેમાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો ત્યાર બાદ લુણાવાડા હોસ્પિટલમાં લઈ જવાતા હાલ બાળકો અને માતા સ્વસ્થ છે.