રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર ડી.એ.શાહની નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વયનિવૃત થતાં તેમની જગ્યાએ શાહની નિમણૂંક થઇ છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશ્નર તરીકે ડી.એ.શાહ રેગ્યુલર ફરજના ભાગરૂપે કાર્યરત હતા. તે સમય દરમિયાન અમદાવાદ શહેરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર તરફથી તાત્કાલિક અસરથી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડી.એ.શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીડ મેનેજમેન્ટ માટે ફરજ સોંપવામાં આવી હતી અને છેલ્લાં પાંચ મહિનાથી તેઓ સતત કોવીડ મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હતા.