રિપોર્ટર: ગૌતમ વ્યાસ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત માજી મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરાયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા ૫.૯૦ એમએલડી ક્ષમતાના એસબીઆર ટેક્નોલોજી સાથે નિકાલ ડ્રેનેજ તથા ઇલેક્ટ્રો મિકેનિકલ સહીતની એસટીપી બનાવવાની કામગીરીનું માજી મંત્રી (અન્ન નાગરિક પુરવઠા) છત્રસિંહ મોરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી ચાલુ સાલે સરકાર દ્વારા ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા માટે ૫.૯૦ એમએલડી તથા આમોદ નગરપાલિકા માટે ૩.૧૦ એમએલડી ક્ષમતાના એસઆરપી ટેક્નોલોજી સાથે નિકાલ ડ્રેનેજ તથા ઇલેક્ટ્રો મિકેનિકલ સહિતની એસટીપી બનાવવાની કામગીરી સરકાર દ્વારા જીયુ ડીએમ દ્વારા બંને નગરપાલિકા માટે અંદાજીત ૨૧ કરોડની મંજૂરી આપવામાં આવી હતી
જેનું ભૂમિપૂજન માજી મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરવામાં આવ્યું ભૂમિપૂજન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન દુબે ઉપપ્રમુખ રુક્ષાના બેન સૈયદ ઉપસ્થિત રહ્યા હતા
જંબુસર શહેરમાં સીવરેજ કનેક્ટિંગ માળખા દ્વારા એકત્રિત થતાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જુદા જુદા હેતુ માટે શુદ્ધિકરણ દ્વારા ઉપયોગમાં લઇ શકાય તેવું અમુલ્ય પાણીનો જથ્થો વેડફાઈ રહેલ હોય એસટીપીની કામગીરી પૂર્ણ થતાં ગંદા પાણીના જથ્થાને શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી ઔદ્યોગિક તથા ખેતીવાડી હેતુ માટે ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે માજી મંત્રી છત્રસિંહ મોરી તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન દુબેએ જણાવ્યું હતું કે શહેરમાંથી દૈનિક ઉદ્ભવતા ગંદા પાણીના નિકાલ તથા શહેરની સ્વચ્છતામાં વધારો તથા ખરાબ પાણીનો રિસાઇકલ કરી સદઉપયોગ માં લઇ શકાય આ યોજનાથી જંબુસર શહેરની જનતાને મળતા સુખાકારી તથા આરોગ્ય લાભ મળશે ભૂમિપૂજન પ્રસંગે પ્રવિણભાઇ દુબે જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ નગરપાલિકા સદસ્ય તથા તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.