સુરત: ઝારખંડ, યુપીના 50 કામદારોએ વતન જવા નહિ મળતા મુંડન કરાઈ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું…

Latest surat

સરકારી તંત્ર દ્વારા લોકડાઉન અંતર્ગત ત્રણ રાજ્યના કામદારોને વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. જેથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 50 જેટલા કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કરવાની સાથે સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. બસ સંચાલકોએ ભાડું પરત નહિ આપતા યુપી અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ અંગે સ્થાનિક આગેવાન અને ઉદ્યોગ-ધંધા બંધ રહેતા બેરોજગાર થયેલા અંદાજે 3000થી વધુ કામદારો માટે જમવાની વ્યવસ્થા કરનાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યુપી, બિહાર અને ઝારખંડના કામદારોને વતન જવા માટે સ્થાનિક રાજકીય આગેવાનોને છેલ્લા ઘણા દિવસોથી રજુઆત કરવામાં આવી રહી છે. પરમીશન અપાવવાના નામે ત્રણથી ચાર કલાક સુધી પરસેવો પડાવ્યા બાદ પરમીશન મળી ગઇ છે એમ કહી બે દિવસ અગાઉ બે બસમાં કામદારો વતન જવા રવાના થયા હતા. પરંતુ તેઓને કોસંબા ખાતેથી જ પરમીશન નહીં હોવાનું કહી બંન્ને બસ પરત મોકલી આપવામાં આવી હતી. જેથી યુપી અને ઝારખંડના કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વતન જવા માટે તત્પર કામદારો પૈકી 50 લોકોએ મુંડન કરાવી અનોખો વિરોધ કર્યો હતો.

પરમીશનના આધારે બસમાં બેસી વતન જવા નીકળેલા અને કોસંબાથી જ પરત આવનાર યુપીવાસી કામદાર અમીતસીંગ રાજપૂતે જણાવ્યું હતું કે વતન જવા માટે ભાડું પણ નહીં હોવાથી કામદારોએ ઘડિયાળ વેચી છે તો કેટલાક કામદારોએ મોબાઇલ વેચી નાંખ્યા છે. જ્યારે કેટલાક કામદારોએ વતનથી પેટીએમ મારફતે ભાડું મંગાવ્યું હતું અને બસ સંચાલકોને આપ્યું હતું. પરંતુ વતન તો પહોંચ્યા નહીં અને પરમીશન આવી જશે તેની રાહમાં કોસંબામાં બે દિવસ સુધી ધખધખ્તા તાપમાં અને રાત વીતાવ્યા હતા. બીજી તરફ કોસંબાથી પરત આવ્યા તો પણ બસ સંચાલકોએ દરેક મુસાફરો પાસેથી ઉઘરાવેલું ભાડું 4-4 હજાર રૂપિયા પરત આપ્યું ન હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *