જૂનાગઢ: માંગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને ફરજ પાડી શકાય નહીં. આ બીલ થી ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે અને પાકને સારો ભાવ મળવા બાબતે પણ ખેડૂતોને મુશ્કેલી ઊભી કરશે, આ બીલથી ખેડૂતોને પાયમાલી થશે , આ બીલના કારણે ખેડૂતોને પોતાની જમીન પૂંજીપતિઓને વેચવા મજબૂર બનશે ત્યારે ખેડુત વીરોધી આ બીલનો કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદશન કરવામાં આવી રહા છે જેને લઇ માંગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયાની આગેવાનીમાં દેવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય બાબુભાઇ વાજા, માજી ધારાસભ્ય ચંદરિકાબેન ચુડાસમા, શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન જેઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ કિદરખેડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ પરમાર, જિલ્લા પંચાયત ના સભ્ય વાલભાઈ ખેર સહિત તાલુકા પંચાયત સભ્યો, આગેવાનો અને ખેડુતોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *