રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વિકાર્યો.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરીકલ્પનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લ્ભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં અમુલ્ય માર્ગદર્શનમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાની રાહબરી હેઠળ પ્રવાસીઓ માટે અનેકવિધ વિશ્વકક્ષાનાં પ્રોજેકટ પ્રવાસીઓ માટે ઉચ્ચ સુવિધા અત્રે ઉભી કરાઇ છે.
ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ દ્રારા રાજયમાં સૌ પ્રથમવાર પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે “ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સલન્સ એવોર્ડ-૨૦૨૦”નું આયોજન ગત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તા.- ૨૫/૦૯/૨૦૨૦નાં રોજ કરવામાં આવ્યુ હતુ. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાઇ હતી.આ એવોર્ડ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” પ્રાપ્ત થયો છે.સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા,રાજયમંત્રી વાસણભાઇ આહીર,પ્રવાસન વિભાગનાં સચિવ મમતા વર્મા,ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી.નાં વહીવટી સંચાલક જેનુ દેવન ઉપસ્થિત રહ્યા હતા.સમારંભમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા.