રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખડગોધરા પાટિયા પાસે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે એક સફેદ કલરની ગાડીમા વિદેશી દારૂની હેરાફેરી થઇ થઇ રહી છે તેવી બાતમી મળી હતી બાતમીના આધારે ઠાસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અને તેમની ટીમે ખડગોધરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારની સફેદ કલરની કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા કારચાલકે કાર હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કરતા મહારાજના મુવાડા નજીક કારને ઉભી રાખતા તે કાર ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ મોડલની હતી અને કારની તલાસી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૬૮ નંગ બોટલ કિંમત રૂપિયા ૯૭, ૭૪૦ મળી આવતા પોલીસે કાર અને દારૂ સાથે ૫,૯૮,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને કારમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓનું નામ હર્ષદકુમાર દેસાઈ અને રવિભાઈ ખટીક બંને રહેવાસી અમદાવાદ હોવાનું જણાવ્યું હતું જે સંદર્ભે ઠાસરા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.